માણાવદર લાયન્સ પ્રાઇમરિ સ્કૂલ તરફથી સ્થાનિક એક પ્રવાસરૂપે આ શાળામાં અભ્યાસ કરતા 200થી વધારે બાળકોને માણાવદરના વિશ્વવિખ્યાત એવા અનસુયા ગૌધામ સંચાલિત ગીરગાય સંવર્ધન કેન્દ્રમાં લઈ જવામાં આવ્યા હતા તથા અનસુયા અન્નક્ષેત્રમાં ચાલતા રસોડાઓમાં લઈ જઈ બાળકોને અન્નદાન વિષય અંતર્ગત માહિતગાર કરાયા હતા. બાળકોને ગીર ગાયો વિશેની સંપૂર્ણ માહિતી મેઘનાબેન શેઠ તથા હિતેનભાઈ શેઠ દ્વારા આપવામાં આવી હતી પંચગવ્યનું મહત્વ પણ મેઘનાબેન શેઠે સમજાવ્યું હતું. સ્કૂલના આચાર્ય