પારડી: કલસર ચેકપોસ્ટ પાસેથી પારડી પોલીસે મોટરસાયકલ સવાર યુવકને 9,840 ના દારૂ સાથે ઝડપી પાડ્યો
Pardi, Valsad | Sep 26, 2025 શુક્રવારના 5:30કલાકે નોંધાયેલી ફરિયાદની વિગત મુજબ પારડી પોલીસની ટીમ કલસર ચેકપોસ્ટ પાસે વાહન ચેકિંગમાં હતી.જે દરમિયાન એક મોટરસાયકલ સવારે યુવકને ઉભી રાખી તપાસ કરતા તેની પાસેથી વિદેશી દારૂ મળી આવ્યો હતો. અને કુલ 9,840 રૂપિયાનો દારૂ અને મોટરસાયકલ મળી કુલ 59,840 નો મુદ્દા માલ કબજે લઈ પ્રોહીબિશન અંગે ફરિયાદ દાખલ કરી હતી.