દાહોદ: પંડિત દિનદયાલ ઓડીટોરીયમ હોલ, દાહોદ ખાતે જિલ્લા પંચાયત પ્રમુખના અધ્યક્ષ સ્થાને લોકાર્પણ અને ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાયો
Dohad, Dahod | Oct 15, 2025 સમગ્ર રાજ્યમાં જયારે વિકાસ સપ્તાહની ઉજવણી થઇ રહી છે ત્યારે અન્ય જિલ્લાઓની જેમ દાહોદ જિલ્લામાં પણ તારીખ ૭ ઓક્ટોબર થી ૧૫ ઓક્ટોબર સુધી વિકાસ સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત દાહોદના ગોવિંદનગરમાં આવેલ સ્વામી વિવેકાનંદ સંકુલ ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ કરનસિંહ ડામોરના અધ્યક્ષ સ્થાને લોકાર્પણ અને ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.