ખેરાલુ: ડભોડા દૂધ મંડળીમાં ટેસ્ટર દ્વારા 18.26 લાખની ઉચાપત કર્યાની ફરિયાદ નોંધાઈ
મંડળીમાં દૂધ ટેસ્ટર તરીકે કામ કરતા રેવાજી ઠાકોરે ગત તા 1/4/20થી લઈને 21/3/25 સુધી માલ સ્ટોકની રકમ મંડળીના મંત્રીને જમા કરાવવાની હતી પણ ટેસ્ટર દ્વારા 18.26 લાખની રકમ અંગત ઉપયોગમાં ખર્ચ કરી હતી. જે દરમ્યાન ઓડિટર દ્વારા જિલ્લા રજીસ્ટ્રારને પણ અહેવાલ અપાયો હતો. આ દરમ્યાન ટેસ્ટર દ્વારા 3.80 લાખ જમા કરાવ્યા હતા પણ બાકીના 14.46 લાખ જમા ન કરાવતા મંડળી પ્રમુખ દ્વારા ખેરાલુ પોલીસમાં ઉચાપતની ફરિયાદ આપવામાં આવી છે