સમાચારની વાત કરે તો આજે તારીખ 18 ડિસેમ્બરના રોજ સાંજના પાંચ કલાકે મળતી વિગતો અનુસાર ગરબાડા તાલુકાના જેસાવાડા પોલીસ મથકના ઇન્ચાર્જ એસ.એમ રાદડિયા ના માર્ગદર્શન હેઠળ જેસાવાડા પોલીસની ટીમે છેલા દોઢ વર્ષથી દાહોદ રૂલર પીપલોદ રણધીકપુર અને ફતેપુરા મલિકોઝ ચાર પોલીસ મથકના લૂંટાળ ચોરીના ગુનામાં નાસ્તો ફરતો આરોપી તેના ગામ ખાતે આવેલ છે જે બાદમીના આધારે પોલીસે વડવા ગામ ખાતેથી આ આરોપીને ઝડપી પાડી જેલ ભેગો કર્યો હતો.