તાલાળા: તાલાલાના આંબરાશ ગામે પ્રાથમિક શાળામા તાલુકાકક્ષાનો વિજ્ઞાનમેળો ધારાસભ્ય,જીલ્લા પંચાયત પ્રમુખ સહીતની ઉપસ્થિતીમા યોજાયો
આજરોજ 12 કલાક આસપાસ જિલ્લાના તાલાળા તાલુકાના આંબળાશ ગામે પ્રાથમિક શાળામાં તાલુકા કક્ષાનો વિજ્ઞાન મેળો અને પ્રદર્શન યોજાયા હતા. બાળકો દ્વારા તેમનાં કૌશલ્યને ઉજાગર કરવા માટે પ્રોત્સાહિત કરે તે હેતુથી ગીર સોમનાથ જિલ્લા પંચાયત નાં પ્રમુખ શ્રીમતી મંજુલાબેન કાનાભાઈ મૂછાર,તાલાળા વિધાનસભાના ધારાસભ્ય ભગવાનભાઈ બારડ,આંબળાશ ગામનાં સરપંચ માયાબેન વાછાણી, તેમજ તાલાળા તાલુકાના વિવિધ આગેવાનો અને આંબળાશ ગામનાં આગેવાનોએ હાજર રહીને બાળવિજ્ઞાનીઓનો ઉત્સાહ વધાર્યો હતો.