કામરેજ: માછી સમાજની મિટિંગ ઘલા ગામે મળી.
Kamrej, Surat | Oct 26, 2025 આજ રોજ ઘલા નાના માછીવાડ ખાતે ઘલા માછી સમાજની વાર્ષિક મીટિંગ યોજાય હતી.મૂળ ઘલાના વતની અને અલગ અલગ ગામોમાં વસવાટ કરતા માછી સમાજના જ્ઞાતિ જનોની દર વર્ષે આયોજિત મિટિંગમાં મોટી સંખ્યામાં સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.સભાની શરૂઆત પૂર્વે પ્રમુખ અનિલ પટેલે ઉપસ્થિત તમામ જ્ઞાતિ જનો આવકાર્યા હતા.સમાજના અવસાન પામેલા નામી અનામી વ્યક્તિઓ માટે મૌન પ્રાર્થના બાદ મંત્રી પ્રીતેશ પટેલે મીઠાઈ વિતરણ સહિત અન્ય આવક જાવક ખર્ચનો ચિતાર રજૂ કર્યો હતો