વડોદરા પશ્ચિમ: લોકોએ પણ તકનો લાભ ઉઠાવી પાણી ઉલેચવાનું શરૂ કરી દીધુ
રાત્રે વધુ એક પાણીની લાઈનમાં ભંગાણ સર્જાયું હતું.કોર્ટ બાદ કલાલી બ્રિજ નીચે પાણીની લાઇન તૂટી ગઈ હતી. અહી અસહ્ય પાણીનો વેડફાટ થયો હોવા છતાં પાલિકા દ્વારા ત્વરિત સમારકામ ન કરાયું.જેના કારણે નાગરિકોએ નારાજગી વ્યક્ત કરી હતી.સ્થાનિક લોકોએ પણ તકનો લાભ ઉઠાવી પાણી ઉલેચવાનું શરૂ કરી દીધુ હતુ.લોકો પોતાના ઘરેથી કારબા લઈ આવ્યા હતા અને શ્રમજીવીઓ એ જરૂરિયાત મુજબ પાણી ભરી લીધું હતું.ત્યારે ફરી એક વખત પાલિકાના પાપે પીવાનું શુદ્ધ પાણી ગટરમાં વહી ગયું હતું.