બલેશ્વર ખાતે ટી.બી. મુક્ત ભારત અભિયાન અંતર્ગત 100 ડેઝ ઇન્ટેન્સિફાઇડ ટી.બી. કેમ્પેઇનિંગ કાર્યક્રમ યોજાયો હતો. આ કેમ્પમાં દીપક ફાઉન્ડેશન, વડોદરા દ્વારા આધુનિક સુવિધાવાળી ડિજિટલ X-ray વાન ઉપલબ્ધ કરાઈ હતી. કેમ્પ દરમિયાન ટી.બી. માટે જોખમ ધરાવતા કુલ 113 વલ્નરેબલ વ્યક્તિઓની X-ray તપાસ કરવામાં આવી હતી. જેમાંથી 18 સંદિગ્ધ દર્દીઓના ગળફાના નમૂનાઓ લઈ Truenat/CBNAAT જેવી આધુનિક તપાસ માટે ફાલ્કન લેબોરેટરી મોકલવામાં આવ્યા હતા.