લાખણીના જસરા સ્થિત અદ્વૈત શૈક્ષણિક સંકુલ ખાતે દીકરીઓ માટે જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. હબ ફોર એમ્પાવરમેન્ટ ઓફ વુમનની ટીમ દ્વારા શાળાની દીકરીઓની સુરક્ષા, સ્વાસ્થ્ય અને સશક્તિકરણ માટે માર્ગદર્શન અપાયું હતું. આ કાર્યક્રમ દરમિયાન દીકરીઓને ગુડ ટચ–બેડ ટચ, સાઇબર સેફ્ટી, ૧૮૧ અભયમ, શી-ટીમ તથા વિવિધ હેલ્પલાઇન નંબરો કઈ રીતે ઉપયોગી બની શકે તે અંગે વિસ્તૃત સમજ આપવામાં આવી હતી.આ કાર્યક્રમમાં જિ મિશન કોઓર્ડિનેટર નવીનભાઈ તેમજ મહેશભાઈ દવે સહિતના ઉપસ્થિત રહ્યા