ધોળકા: ધોળકા ખાતે સ્વૈચ્છીક મહા રક્તદાન શિબિર યોજાઈ, 2864 બોટલ રક્ત એકત્ર કરાયું
તા. 17 સપ્ટેમ્બરના રોજ ભારતના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો જન્મદિવસ હોવાથી તેની ઉજવણીના ભાગરૂપે આજરોજ તા. 16/09/2025, મંગળવારે ધોળકા ખાતે BAPS સ્વામિનારાયણ મંદિર મીઠીકુઈ અને સરસ્વતી કન્યા વિદ્યાલય કલિકુંડ ખાતે સ્વૈચ્છીક મહા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેનો પ્રારંભ ધારાસભ્ય કિરીટસિંહ ડાભીએ કરાવ્યો હતો. આ રક્તદાન શિબિરમાં 2864 બોટલ રક્ત એકત્ર કરાયું હતું. આ નિમિત્તે જિલ્લા ભાજપ પ્રમુખ શૈલેષભાઇ દાવડા સહિત આગેવાનો હાજર રહેલા.