ખેરાલુ: ખેરાલુ ધારાસભ્ય કાર્યાલય ખાતે જનસંપર્ક યોજાયો
30 ઓક્ટોબરના રોજ સાંજે 4 કલાકે ખેરાલુ ધારાસભ્ય કાર્યાલય ખાતે નવા વર્ષનું પહેલું જનસંપર્ક યોજાયું હતું જેમાં ધારાસભ્ય સરદારભાઈ ચૌધરીએ ખેરાલુના મતદારો સાથે મુલાકાત કરી તેમની સમસ્યાઓને હલ કરવા પ્રયાસ કર્યો હતો. આજે ખેરાલુ શહેરથી મોટી સંખ્યામાં મતદારો હાજર રહ્યા હતા જેઓએ સમસ્યાઓની સાથે નવા વર્ષની શુભેચ્છા મુલાકાતો પણ કરી હતી.