વાંસદા તાલુકાના રૂપવેલ ગામે રાયાવાડી ફળિયુ વિસ્તારમાં રોડ અકસ્માતની ગંભીર ઘટના સામે આવી છે. વાસદા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનાના મુજબ, તારીખ ૧૩/૧૨/૨૦૨૫ના રોજ સાંજે અંદાજે ૭:૪૫ કલાકે જાહેર રોડ ઉપર કોઇપણ સિગનલ લાઇટ કે ચેતવણી વગર આઇસર ટેમ્પો નંબર GJ-21-Y-6879 રોડ ઉપર ઉભો રાખવામાં આવ્યો હતો. પાછળથી રોયલ બુલેટ મોટરસાયકલ નંબર GJ-19-AN-6111 ઝડપે આવી ટેમ્પાના પાછળ અથડાતાં બુલેટ ચાલક ભાવિનભાઇ દિનેશભાઇ પટેલને છાતીમાં ગંભીર ઇજા.