વંથળી: માણાવદરના પાદરડી ગામે લોકો જીવના જોખમે નદી પસાર કરવા મજબૂર બન્યા,પુલ બનાવવાની માંગ,વિસ્તારના ધારાસભ્યએ આપી પ્રતિક્રિયા
માણાવદર તાલુકાના પાદરડી ગામે પસાર થતી ઓજત નદી ઉપરનો પુલ ત્રણ વર્ષ પહેલાં તૂટી જવાથી લોકોને વારંવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે એક તરફથી બીજી તરફ જવા માટે લોકોને નદી પસાર કરવા દોરડા અને ટાયરની મદદ લેવી પડે છે. બાળકોની અભ્યાસ કરવા જવા માટે પણ આ જ પરિસ્થિતિમાંથી પસાર થવું પડે છે. ખેતી કરવા ખેડૂતોની ખેત મજૂરો લઈ જવા તેમજ ખેતીની વસ્તુઓ લઈ જવા માટે પણ દોરડા વડે લટકીને પસાર થવું પડે છે.સમગ્ર મામલે ધારાસભ્ય અરવિંદ લાડાણીએ પ્રતિક્રિયા આપી છે.