સાવલી વિધાનસભા મત વિસ્તારના સાવલીથી સાંકરદા સુધીનો માર્ગ ફોરલેન બનાવવામાં આવ્યો હતો. પરંતુ હજુ સામતપુરા આગળ સ્થિત વડી તળાવડીથી સાવલી સુધીના આશરે એક પોઇન્ટ એસી કિ.મી. રસ્તાનો ભાગ બાકી હતો. આ બાકી રહેલ માર્ગને ફોરલેન બનાવવા માટે સરકાર દ્વારાતેની મંજુરી આપવામાં આવી છે. આ કામનું ખાતમુહૂર્ત આજે ધારાસભ્ય શ્રી કેતન ઇનામદારના હસ્તે કરવામાં આવ્યું. આ પ્રસંગે નગરપાલિકા પ્રમુખ, સામતપુરા ગામના સરપંચ, વિવિધ સંગઠનોના હોદ્દેદારો, નગરપાલિકાના સભ્યો, ગ્રામ પંચાય