આજે તારીખ 17/12/2025 બુધવારના રોજ સાંજે 5 કલાક સુધીમાં લીમખેડા પ્રાંત અધિકારી દ્વારા આજે લીમખેડા તાલુકાના સતીફળિયા તેમજ સિંગવડ તાલુકાના શણગીયા અને તોયણી ગામોની રૂબરૂ મુલાકાત લેવામાં આવી. મુલાકાત દરમિયાન એપેન્ડિક્સ–A ભરવામાં આવ્યું હતું.આ ઉપરાંત ગ્રામજનો સાથે ગામના વિવિધ પ્રશ્નો અંગે ચર્ચા-વિચારણા કરવામાં આવી અને તેમની સમસ્યાઓ તથા સૂચનોને ગંભીરતાપૂર્વક સાંભળવામાં આવ્યા. સાથે જ ગામમાં ચાલી રહેલા વિકાસ કાર્યોની સ્થળ પર જઈ તપાસ કરવામાં આવી.