વડોદરા: વડોદરામાં 3 અકસ્માતમાં બેના મોત:નેશનલ હાઈવે 48 પર એક સાથે 5 વાહનની ટક્કર: ટ્રકની અડફેટે મહિલા-યુવકનું મોત
વડોદરા પાસે આવેલ કરજણ નેશનલ હાઈવે 48 પર વિચિત્ર અકસ્માતમાં એક સાથે પાંચ વાહનોમાં ટક્કર થઈ હતી. પહેલા ટ્રકચાલકે બાઇકને અડફેટે લેતા પાછળ આવતા વાહનો એકબીજા સાથે ભટકાયા હતા. આ અકસ્માત વરસાદી માહોલ હોવાથી વિજિબિલિટી ઓછી હોવાના કારણે સર્જાયો હતો.