વંથળી: તાલુકામાં ધોધમાર વરસાદ ને લઈ રસ્તાઓ પર પાણી ફરી વળ્યા,3 ઇંચ વરસાદ નોંધાયો,આજે જિલ્લામાં સૌથી વધુ વરસાદ વંથલીમાં નોંધાયો
વંથલીમાં ધોધમાર 3 ઇંચ વરસાદ નોંધાયો છે.ધોધમાર વરસાદને લઈ રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા.શાપુર, કણજા કાજલિયાળા સહિતના ગામડાઓમાં પણ વરસાદ વરસ્યો છે.સવારથી લઈને સાંજ સુધી સમગ્ર જિલ્લા ભરમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો.જિલ્લામાં સૌથી વધુ આજે વંથલી તાલુકામાં વરસાદ નોંધાયો છે.