ભગવાન બિસ્સા મુંડાની 150મી જન્મજયંતિ નિમિત્તે અંબાજીથી ઉમરગામ સુધીના આદિવાસી પંથકમાં વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. આ ઉજવણીના ભાગરૂપે વલસાડના સાંસદ ધવલ પટેલે વાંસદા ખાતે એક ભવ્ય કાર્યક્રમનું આયોજન કર્યું હતું, જેમાં મોટી સંખ્યામાં આદિવાસી સમાજના લોકો ઉમટી પડયા હતા.