પાંડેસરા ગણપત નગરમાં શુક્રવારની સમી સાંજે ગેસ લીકેજ બાદ ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થતાં બે લોકો ગંભીર રીતે દાઝી જતા સારવાર અર્થે સુરત નવી સિવિલ હોસ્પીટલ ખસેડવામાં આવ્યા છે.જેમાં રાકેશ બિંદ અને બ્રિજલાલ નામક વ્યક્તિઓ ગંભીર રીતે દાઝી જતા સારવાર આપવામાં આવી રહી છે.જે પૈકી એકની હાલત અતિગંભીર હોવાનું જાણવા મળે છે.ઘટના અંગે આગળની કાર્યવાહી પાંડેસરા પોલીસે હાથ ધરી છે.