સંજેલી: ઢાલસીમલ ગામના વિદ્યાર્થીઓનો સંઘર્ષ,પુલના અભાવે દરરોજ જીવના જોખમે શાળાનો માર્ગ,વિડિયો થયા વાયરલ
Sanjeli, Dahod | Sep 16, 2025 આજે તારીખ 16/09/2025 મંગળવારના રોજ સાંજે 5 કલાક આસપાસ સોશ્યલ મીડિયામાં કેટલાક વિડિયો વાયરલ થયા. જેમાં સંજેલી તાલુકાના ઢાળસીમલ ગામે શ્યામસુંદર નદી ઉપર નદી ઉપર બનાવેલું નાળુ પ્રથમ વર્ષે ધોવાઈ ગયું છે. આ નાળું ધોવાઈ જતા ત્રણ ગામોને જોડતો આ માર્ગ ની સાથે વિસ્તારના લોકોની સુવિધા અને સુખાકારી પણ ભ્રષ્ટાચાર ની ભેટ ચડી ગયા છે. જેના કારણે શાળાએ જતા વિદ્યાર્થીઓ આ વિસ્તારના લોકો જીવના જોખમે નદી પાર કરી રહ્યા છે.