ગાંધીધામ: મુખ્ય બજારના વેપારીનુ શેખપીર પાસે કાર ટ્રક પાછળ અથડાતાં શંકાસ્પદ સંજોગોમાં મોત; અકસ્માત પૂર્વે આપઘાતનો વિડિયો બનાવ્યો
ગાંધીધામના વેપારી નરેશ ચંદનાણીનું શેખપીર પાસે કાર ટ્રક પાછળ અથડાતાં શંકાસ્પદ સંજોગોમાં મોત નીપજ્યું છે. ગંભીર હાલતમાં તેમને ભુજ સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા, જ્યાં તેમને મૃત જાહેર કરાયા. આ અકસ્માત પહેલાં વેપારીએ એક વીડિયો બનાવીને સુસાઈડ કરવાની વાત જણાવી હતી. વીડિયોમાં તેમણે પ્લોટના નાણાંકીય વેપારને લઈ 5 થી 6 લોકો દ્વારા થઈ રહેલી હેરાનગતિનો ઉલ્લેખ કર્યો હતો. હાલ પોલીસે આ ઘટના અકસ્માત છે કે આત્મહત્યાનો પ્રયાસ? તે દિશામાં તપાસ શરૂ કરી છે.