ગોધરા શહેરના સૌથી વ્યસ્ત ગણાતા રેલવે સ્ટેશન રોડ પર અવર-જવર કરતા વાહનચાલકો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. છેલ્લા ઘણા સમયથી બિસ્માર હાલતમાં રહેલા આ મુખ્ય માર્ગ પર ગોધરા નગર પાલિકા દ્વારા નવીન ડામર રોડ બનાવવાની કામગીરી તેજ ગતિએ હાથ ધરવામાં આવી છે. ગોધરા શહેરનો હાર્દ સમાન રેલવે સ્ટેશન રોડ, ખાસ કરીને પોલીસ ચોકી નંબર ૭ ની આસપાસનો વિસ્તાર સતત ટ્રાફિકથી ધમધમતો રહે છે. આ માર્ગ લાંબા સમયથી અત્યંત ખરાબ હાલતમાં હોવાને કારણે અહીંથી પસાર થતા ટુ-વ્હીલર અને