સાવલી: સાવલીના મેઘદૂત સિનેમા પાસે આવેલા એક ઘર માંથી શંકાસ્પદ માંસનો મોટો જથ્થો ઝડપાયો છે.
પ્રાણીન ફાઉન્ડેશન અને સાવલી પોલીસના સંયુક્ત ઉપક્રમે આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમ્યાન ૨૦૦ કિલો કરતા વધુ શંકાસ્પદ માંસ જપ્ત કરાયું છે અને આગળની કાર્યવાહી માટે તજવીજ શરૂ કરવામાં આવી છે.