જૂનાગઢ: ગિરનાર પર આજે વહેલી સવારે નયનરમ્ય દ્રશ્યો સર્જાયા, વાદળો ગિરનાર પર જલુંબી રહેલા નજરે પડયા
જૂનાગઢના ગિરિવર ગિરનાર પર થી આજે નયનરમ્ય દ્રશ્યો સર્જાયા હતા. ગિરનારના માતાજીના ગોખ ઉપરથી લેવાયેલા વીડિયોમાં સ્પષ્ટ દેખાય છે.કે આકાશમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાયેલા છે અને વાતાવરણ એકદમ ઠંડુ બની ગયું છે. યાત્રીકોની પાંખી હાજરી વચ્ચે અદભુત નજારો જોવા મળ્યો હતો. જ્યાં જાણે વાદળો ગિરનાર પર્વત સાથે વાતો કરી રહ્યા હોય તેવા નયનરમ્ય દ્રશ્યો સર્જાયા હતા. આ અદભુત નજારો કેમેરામાં પણ કેદ થયો છે.