સ્મૃતિવન પાસે આવેલ ઝાંસી કી રાની સર્કલ પાસે મધ્યપ્રદેશના નગરસેવકને સસ્તામાં સોનુ આપવાની લાલચ આપી વાતચીત કરી ૨.૩૦ લાખ ભરેલ બેગ પડાવી આરોપી ભાગી ગયા હતા. આ બનાવમાં સંડોવાયેલા આરોપી શાંતિનગરના અબ્દુલ ફારૂક ઉર્ફે રઝાક નુરમામદ સમાને એલસીબી દ્વારા ઝડપી લેવામાં આવ્યો હતો. આરોપી મુસ્લિમ એજયુકેશન ચોકડીથી રેલવે સ્ટેશન જતા માર્ગે હાજર છે તેવી બાતમી આધારે તેને ઝડપી પુછપરછ કરતા ગુનાની કબુલાત આપી હતી. મહત્વનું છે કે મધ્યપ્રદેશના હરપાલપુરમાં રહેતા નગરસેવક રા