ચુડા: ચુડા ના મોજીદડ ગામે મકાન ચણતર દરમિયાન દરવાજો નહીં મુકવા માથાકૂટ કરી ગાળો આપી મારવા દોડી અપમાનિત કર્યા ની ફરિયાદ નોંધાઇ
ચુડા પોસ્ટે થી 2 ડિસેમ્બર સાંજે 5 કલાકે પ્રાપ્ત થતી વિગતો મુજબ ચુડા તાલુકાના મોજીદડ ગામે રહેતા પ્રવિણ મુળજી પરમારે પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે તેઓનુ મકાન ચણતર કામ ચાલુ હતું ત્યારે કનુ લક્ષ્મણ જાદવ, દેવુ કરશન જાદવ, વર્ષાબેન, ગૌરીબેન, દિપક દોલાભાઇ પરમાર તથા મુના દેવુભાઇ જાદવે બોલાચાલી કરી મારવા દોડી, જાતિ અપમાનિત કરી ધમકી આપ્યાની ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.