બાવળા: વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના 75 માં જન્મદિવસની બગોદરા ખાતે મંગલ મંદિર માનવ સેવા પરિવારમાં ઉજવણી કરાઈ
તા. 17/09/2025, બુધવારે બપોરે એક વાગે મળેલી માહિતી અનુસાર આજરોજ ભારતના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના 75 માં જન્મદિવસની ધોળકાના ધારાસભ્ય કિરીટસિંહ ડાભી અને પૂર્વ કેબિનેટ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ બગોદરા ખાતે મંગલ મંદિર માનવ સેવા પરિવારમાં સારવાર લઈ રહેલા પ્રભુજીઓ સાથે અનોખી ઉજવણી કરી હતી. બન્ને મહાનુભાવોએ પ્રભુજીઓને ફ્રૂટનું વિતરણ કર્યું હતું.