મોરવા હડફના નાટાપુર ગામના પર્વતસિંહ બારીયા તા.24 ડિસેમ્બરના સંતરોડ ખાતે બેંક ઓફ બરોડામાં પૈસા ઉપાડવા માટે ગયા હતા અને પરત આવતા ઘર નજીક તેઓ ઈકો ગાડીમાથી ઉતરીને રોડ ક્રોસ કરતા હતા દરમ્યાન સંતરોડ તરફથી એક સફેદ કલરની ગાડીના ચાલકે પર્વતસિંહને ટક્કર મારી રોડ ઉપર પાડી દીધા હતા અને ગાડીનો ચાલક ત્યાંથી અક્સ્માત સર્જી ફરાર થઈ જતા મોરવા હડફ પોલીસ મથકે આજે શનિવારે બપોરે 2.45 કલાકે ફરિયાદ નોધાવતા પોલીસે કાર ચાલક સામે અક્સ્માતનો ગુનો નોધી તપાસ હાથ ધરી છે