ચુડા: ચુડા ના ઝોબાળા ગામની ચકચારી હત્યા કેસનો આરોપીને પોલીસે કોર્ટમાં રજૂ કરતા કોર્ટે વધુ કોર્ટે 6 દિવસના રીમાન્ડ મંજુર કર્યા
ચુડા તાલુકા ના ઝોબાળા ગામે ધોળા દિવસે ભર બજારમાં તિક્ષ્ણ હથિયાર ના ઘા ઝીંકી યુવતી ને મોતને ઘાટ ઉતારી દેવા ની ઘટના થી ચકચાર મચી જવા પામી હતી. આ કેસ માં ફરાર આરોપી બચુભાઈ લીંબડીયા ને ચુડા પોલીસે ઝડપી પાડી વધુ પુછપરછ માટે કોર્ટમાં રજૂ કર્યો હતો. કોર્ટે આરોપી ને છ દિવસ ના રિમાન્ડ મંજૂર કર્યા હતા. ચુડા પોલીસે આ ચકચારી હત્યા કેસ ની વધુ તપાસ હાથ ધરી છે.