ભરૂચ જિલ્લામાં ગતરોજ મકર સંક્રાંતિના પર્વની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી.ત્યારે આજરોજ ભરૂચ શહેરમાં લોકોએ વાસી ઉત્તરાયણની પણ ધામધૂમથી ઉજવણી કરી હતી.અનુકૂળ પવનને કારણે શહેરવાસીઓએ વહેલી સવારથી જ ધાબા પર ચઢી પતંગો ચગાવી હતી. શહેરથી લઈને ગ્રામ્ય વિસ્તારો સુધી આકાશ રંગબેરંગી પતંગોથી છવાઈ ગયું હતું, અને પતંગ રસિયાઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.