ઉમરપાડા: સુરત-તાપીની 6400 મંડળીઓ પર આર્થિક બોજ, 2 હજારની ફી હવે 20-25 હજાર થશે,ખેડૂત અગ્રણી જયેશ પટેલ એ આપી પ્રતિક્રિયા
Umarpada, Surat | Sep 23, 2025 રાજ્ય સરકારે સહકારી મંડળીઓની ઓડિટ ફીમાં મોટો વધારો કર્યો છે. 4 સપ્ટેમ્બર, 2025ના રોજ બહાર પાડવામાં આવેલા ગેઝેટ નોટિફિકેશન મુજબ સુરત અને તાપી જિલ્લાની 6400 જેટલી સહકારી મંડળીઓને આનો સીધો પ્રભાવ પડશે.દક્ષિણ ગુજરાતના ખેડૂત અગ્રણી જયેશ પટેલે આ નિર્ણયનો વિરોધ કર્યો છે. તેમના જણાવ્યા મુજબ, અગાઉ નાની સહકારી મંડળીઓનું ઓડિટ માત્ર 2,000થી 5,000 રૂપિયામાં થતું હતું. નવા નિયમ મુજબ હવે મંડળીઓએ ઓછામાં ઓછા 20થી 25 હજાર રૂપિયા ઓડિટ ફી પેટે ચૂકવવા પડશે.