બાવળા: ધોળકામાં જિલ્લા કક્ષાના ફાયર સ્ટેશન સહિતના વિવિધ વિકાસ કાર્યોનું ધારાસભ્યના હસ્તે ખાતમુહૂર્ત કરાયું
આજરોજ તા. 07/10/2025, મંગળવારે સવારે 10 વાગે ધોળકા નગરપાલિકા દ્વારા હનુમાન ટેકરી, શંકર તળાવ, ધોળકા ખાતે રૂ. 1663 લાખના વિવિધ વિકાસ કાર્યોના ખાતમુહૂર્તનો કાર્યક્રમ યોજાયો હતો. ધારાસભ્ય કિરીટસિંહ ડાભીના હસ્તે ખાતમુહૂર્ત કરાયું હતું. જેમાં શંકર તળાવનું નવીનીકરણ, જિલ્લા કક્ષાનું ફાયર સ્ટેશન સહિતના કામોનો સમાવેશ થાય છે. આ પ્રસંગે નગરપાલિકા પ્રમુખ અશોકભાઈ મકવાણા, ચીફ ઓફિસર પ્રાર્થનાબેન રાઠોડ વગેરે હાજર રહેલ.