થરાદ: રાહને મળ્યો અલગ તાલુકાનો દરજ્જો,32 ગામડાઓ સાથે નવા તાલુકાની રચના, લોક માં આનંદની લાગણી
બનાસકાંઠા જિલ્લામાંથી વિભાજન કરી વાવ-થરાદ જિલ્લાની રચના કરવામાં આવી છે. આ નવા જિલ્લામાં કુલ આઠ તાલુકાઓનો સમાવેશ કરાયો છે. જેમાં બે નવા તાલુકા ધરણીધર અને રાહનો સમાવેશ થાય છે.રાહ તાલુકામાં 32 ગામડાઓને સમાવવામાં આવ્યા છે. થરાદથી 20 કિલોમીટર દૂર આવેલા અને રાજસ્થાન બોર્ડરને અડીને આવેલા રાહ ગામને તાલુકાનો દરજ્જો મળતાં સ્થાનિક લોકોમાં આનંદની લાગણી છવાઈ ગઈ છે.