ધોળકા: ગુજરાતની પ્રાચીન ભવાઈ કલાને જીવંત રાખતો કોઠ ગામનો ભવાઈ મહોત્સવ
જ્યાં એક તરફ મોટા શહેરોમાં ડીજેના તાલ અને પાર્ટી પ્લોટોની ઝાકમઝોળ વચ્ચે નવરાત્રીની ઉજવણીનો માહોલ જામ્યો છે ત્યારે બીજી તરફ ધોળકા તાલુકાના કોઠ ગામમાં શ્રી બહુચર યુવક મંડળ દ્વારા કોઠ ગામની ધર્મશાળામાં કલાકારો પ્રાચીન ભવાઈ કલાને જીવંત રાખવા ગરબાની સાથે સાથે ભવાઈ મહોત્સવ યોજી લોક કલાને જીવંત રાખવા મથામણ કરી રહ્યા છે. તા. 29/09/2025, સોમવારે રાત્રે 10 વાગે કોઠ ગામમાં ભવાઈ કલાના અદભુત દ્રશ્યો જોવા મળેલ.