અંકલેશ્વર: દિવા રોડ ઉપર આવેલ નીલ માધવ સોસાયટી સ્થિત શ્રી દર્શન સોસાયટીમાં મિત્રના માતા-પિતાને ચપ્પુની અણીએ લૂંટની કોશિશ કરી
અંકલેશ્વરના દિવા રોડ ઉપર આવેલ નીલ માધવ સોસાયટી સ્થિત શ્રી દર્શન સોસાયટીમાં રહેતા વિશાલ નલિન જોશી ગતરોજ પોતાની પત્ની ખ્યાતિબેન સાથે બેડ રૂમમાં જમવા બેઠા હતા.તે દરમિયાન મોઢા પર કાળું કપડું બાંધી એક ઇસમ ઘરની દીવાલ કૂદી મકાનમાં ઘુસી ગયો હતો.અને જમવા બેઠેલા દંપતીના ગળા ઉપર ચપ્પુ મૂકી જે પણ ગોલ્ડ હોઈ એ કાઢી આપો તેમ કહી લૂંટનો પ્રયાસ કર્યો હતો.જો કે વિશાલ જોષીએ જોરથી બૂમ પાડતા આજુબાજુના લોકો દોડી આવતા લૂંટના ઇરાદે ઘુસી આવેલ ઇસમ ડરી જતા તે દીવાલ કૂદી હતી