વાપી: વાપી હાઇવે પર ટ્રેલર અને છકડો રીક્ષાનો અકસ્માત, છ મુસાફરો ઈજાગ્રસ્ત, ચાલકની હાલત ગંભીર
Vapi, Valsad | Oct 7, 2025 વાપી વિસ્તારમાં સોમવારે બપોરે બનેલી ગંભીર અકસ્માતની ઘટનાએ લોકોમાં ચકચાર મચાવી હતી. માહિતી મુજબ, રોજિંદા પારડીથી વાપી વચ્ચે ફેરી મારતા એક છકડો રીક્ષા ચાલક વાપીથી છ મુસાફરોને લઈને પારડી તરફ જવા નીકળ્યો હતો. બપોરે લગભગ 12 વાગ્યે મામલતદાર કચેરી સામે અને બોમ્બે હોટલની આગળના ભાગે પાછળથી આવી રહેલા ટ્રેલર ચાલકે આગળના વાહનને ઓવરટેક કરવાનો પ્રયાસ કરતા ઘટના બની હતી.