આજે તારીખ 17/10/2025 શુક્રવારના રોજ સાંજે 4 કલાકે સંજેલી બસ સ્ટેશન ખાતે છેલ્લા ઘણા સમયથી અધૂરી કામગીરી તથા મુસાફરોને થતી વિવિધ અસુવિધાઓને લઈને આમ આદમી પાર્ટી સંજેલીના કાર્યકર્તાઓ દ્વારા દાહોદ ડેપો મેનેજરને આવેદન પત્ર આપવામાં આવ્યું.આમ આદમી પાર્ટી સંજેલીના પ્રતિનિધિઓએ આવેદનમાં જણાવ્યુ કે બસ સ્ટેશન પર મુસાફરો માટે પૂરતી મૂળભૂત સુવિધાઓનો અભાવ છે.જેના કારણે મુસાફરોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે.