કાલોલ: સાલિયાવ ગામ નજીક આવેલા ઇંટો ના ભઠ્ઠા પર થયેલ બબાલનો વીડિયો આવ્યો સામે, પોલીસ સ્થળ ઉપર પહોંચતા મામલો થાળે પડ્યો
કાલોલ તાલુકાના સાલિયાવ ગામ નજીક આવેલ ઈટોના ભઠ્ઠા ઉપર બબાલ થઈ હતી.જેમાં સૂત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે વેજલપુર ના પંદર જેટલા ઇસમો અને ભઠ્ઠા પર રહેતા ઇસમો સાથે માથાકૂટ થઈ હતી.જેમાં ચાર લોકો ઇજાગ્રસ્ત થતાં હોસ્પિટલ ખસેડાયા હતા.ઇંટો ખરાબ હોવાની રકઝક ને લઈ ને માથાકૂટ થઈ હતી.પહેલા ડ્રાઈવર અને ભઠ્ઠા પર રહેતા ઇસમો ને થઈ માથાકૂટ. ત્યારબાદ કાલોલ પોલીસ ઘટનાં સ્થળ ઉપર આવતા મામલો થાળે પડ્યો હતો.