નગરપાલિકાના સફાઈ કર્મચારીઓને સિદ્ધપુર મુખ્યમંત્રીના કાર્યકમમાં મોકલ્યા હોવાના શહેર કોંગ્રેસ પૂર્વ પ્રમુખે આક્ષેપ કર્યા
Patan City, Patan | Sep 17, 2025
ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આજરોજ સિદ્ધપુર ખાતે પધારવાના હતા પરંતુ પાટણ નગરપાલિકાના સ્વચ્છતા શાખાના મોટાભાગના સફાઈ કર્મચારીઓને સિદ્ધપુર ખાતે મોકલેલા હોઈ આજે પાટણ શહેરના તમામ વિસ્તારોમાં ગંદકીના ઢગલા જોવા મળ્યા હતા પાટણ શહેર માં કચરા નો કોઈપણ યોગ્ય નિકાલ થયો ન હતો. ગત સામાન્ય સભામાં શાસક પક્ષના સભ્યયોઓએ આ બાબતે ટકોર પણ કરી હતી કે કોઈપણ મહાનુભાવો જ્યારે આવે ત્યારે કોઈ પણ અઠવાડિયા ની ફેર પડતર ના રહેવી જોઈએ.