જાફરાબાદ: જાફરાબાદમાં નવી મામલતદાર કચેરીનું બાંધકામ ની કામગીરી પૂરજોશમાં શરૂ
રાજ્ય હેઠળ નવા મંજૂર થયેલ અને પ્રગતિલક્ષી વિવિધ બાંધકામો ઝડપભેર આગળ ધપી રહ્યા છે. જિલ્લામાં વિવિધ સરકારી કચેરીઓ, નવી કોલેજ સહિતના નવા બિલ્ડિંગનું બાંધકામ પુરજોશમાં શરૂ છે. જાફરાબાદ ખાતે નવી મામલતદાર કચેરીનું બાંધકામ પુરજોશમાં શરૂ થયું છે. નવા અદ્યતન બિલ્ડિંગથી સરકારી અધિકારીઓ-કર્મચારીઓ તેમજ સામાન્ય અરજદારોને વધુ સુવિધાઓ મળશે.