ગણદેવી: બીલીમોરા માર્ગ પર અકસ્માતમાં યુવક સલીમભાઈ ખલીફા ગંભીર રીતે ઘાયલ
કેસલી પહાડ ફળિયા નિવાસી સલીમભાઈ મહંમદભાઈ ખલીફા તા. 11 નવેમ્બર 2025ના રોજ સવારે 4 વાગ્યે બીલીમોરા શાકભાજી માર્કેટમાં નોકરી માટે નીકળ્યા હતા, તે દરમિયાન રસ્તા પર ગાડી સ્લીપ થવાથી ગંભીર અકસ્માત થયો હતો. અકસ્માતમાં તેમના મગજમાં ગંભીર ઇજા થતાં હાલ તેઓ કોમામાં હોવાની માહિતી બુધવારે સાંજે 6 કલાકે મળી હતી.