જૂનાગઢ: જિલ્લામાં વિકાસ સપ્તાહ અંતર્ગત કલેકટર કચેરી ખાતે કલેકટર તેમજ વર્ગ 1 અને 2 ના અધિકારીઓએ ભારત વિકાસ પ્રતિજ્ઞા લીધી
જૂનાગઢ જિલ્લા કલેકટર કચેરી ખાતે વિકાસ સપ્તાહ અંતર્ગત કલેકટર શ્રી અનિલકુમાર રાણાવસિયા તેમજ વર્ગ ૧ અને ૨ અધિકારીઓએ આજ રોજ ભારત વિકાસ પ્રતિજ્ઞા લીધી હતી.આ પ્રતિજ્ઞામાં જિલ્લા કલેકટર શ્રી ઉપરાંત જિલ્લાની વિવિધ કચેરીઓના વર્ગ ૧ અને ૨ ના અધિકારીઓ જોડાયા હતા અને દેશ માટે સમર્પિત રહેવા સંકલ્પબદ્ધ થયા હતા.