સાંતલપુર: દૈગામડા ગામથી પાંચ શખ્સો જુગાર રમતા ઝડપાયા
સાંતલપુર તાલુકાના દૈગામડા ગામથી વારાહી પોલીસે પાંચ જુગારીઓને જુગાર રમતા ઝડપી પાડ્યા હતા.પોલીસે કુલ ૧૭૫૩૦ની રોકડ રકમ સ્થળ પરથી કબ્જે લીધી હતી અને તમામ જુગારીઓ સામે જુગરધારા એક્ટ મુજબ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.