જૂનાગઢ: તાલુકાના કાથરોટા ગામના સહકારી મંડળીના સભાસદો દ્વારા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને પોસ્ટકાર્ડ લખવામાં આવ્યા
જૂનાગઢ તાલુકામાં આવેલ કાથરોટા ગામમાં સ્થિત શ્રી કાથરોટા સહકારી દૂધ ઉત્પાદક મંડળી દ્વારા આજ રોજ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને પોસ્ટકાર્ડ લખવામાં આવ્યા હતા. જેમાં તેઓએ કેન્દ્રીય સરકારની વિવિધ કલ્યાણકારી, સહાયકારી અને દૂરંદેશી સુવિધાઓ, સેવાઓ માટે રાજ્ય અને કેન્દ્ર સરકારશ્રીનો આભાર વ્યક્ત કર્યો હતો. ઉપરોક્ત બેઠક દરમિયાન શ્રી કાથરોટા દૂધ મંડળીના સભાસદો, ખેડૂતો, પશુપાલકો, દૂધ ઉત્પાદકો અને આજુબાજુના ગામના લાભાર્થીઓ હાજર રહ્યા હતા.