બાવળા: અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના હોદ્દેદારોએ ધોળકાના ધારાસભ્યની શુભેચ્છા મુલાકાત લીધી
અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના હોદ્દેદારોએ તા. 31/10/2025, સાંજે 06 વાગે ધોળકાના ધારાસભ્ય કિરીટસિંહ ડાભીની નવા વર્ષની શુભેચ્છા મુલાકાત લીધી હતી અને શુભેચ્છાઓની આપ લે કરી હતી. આ તકે અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ અમદાવાદ જિલ્લાના ઉ. મા. વિભાગના અધ્યક્ષ સંજયભાઈ પટેલ, ધોળકાના પ્રાથમિક વિભાગના અધ્યક્ષ જિતેનકુમાર સમ્રાટ, મહામંત્રી પંકજભાઈ ત્રિવેદી, ગ્રાન્ટેડ પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ ગુજરાતના પ્રચાર મંત્રી મુસ્તાકભાઈ મનસુરી હાજર રહેલ.