ખેરાલુ: ફતેપુરા ગામે ધરોઈનું પાણી આવતા ધારાસભ્ય સહિત ગામે વધામણા કર્યા
ખેરાલુના ફતેપુરા ગામે ધરોઈનું પાણી આવતા તળાવમાં નાખવામાં આવતા ધારાસભ્ય સરદારભાઈ ચૌધરી સહિત ગામલોકોએ નવા નીરના વધામણા કર્યા હતા. ગામના ચોરાથી સામુહિક રેલી કરી વાજતે ગાજતે ગામની બહાર આવેલ તળાવે વધામણા કરવા પહોંચ્યા હતા. ધારાસભ્યે શ્રીફળ ચુંદડી પધરાવી નવા નીરના વધામણા કર્યા હતા. ગામના તળાવમાં ધરોઈનું પાણી આવતા ગામતળ ઉંચા આવશે અને નજીકના ખેતરોને લાભ પણ મળી શકશે. ધારાસભ્યની સાથે ગામના મહિલા સરપંચના પતિ સહિત આગેવાનો અને ગામલોકો હાજર રહ્યા હતા.