ગોધરા શહેરના પંચમહાલ જિલ્લાના જાફરાબાદ વિસ્તારમાં ઘરઆંગણે પાર્ક કરેલી ફોર વ્હીલર કારની ચોરીની ઘટના સામે આવી છે. 24 ડિસેમ્બરની મધ્યરાત્રી દરમિયાન શિવ જ્યોતિ સોસાયટીમાં રહેતા સુરેશભાઈ રાવલાણીની i20 કાર અજાણ્યા તસ્કરો ચોરી કરીને ફરાર થયા હતા. રાત્રે 02:30થી 02:50 વાગ્યાના સમયગાળામાં થયેલી આ ચોરી નજીકના ઘરમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. ફૂટેજમાં તસ્કરો ટાટા હેરિયર કારમાં આવ્યા હોવાનું દેખાય છે. કાર માલિકે પોલીસમાં લેખિત ફરિયાદ આપી કાયદેસરની