વડોદરા: વડોદરાથી સુરત વર્ધિ માટે જતી લકઝરી બસ ખાડામાં ફસાઈ,ચાલકમાં રોષ
વડોદરા : કોન્ટ્રાકટની નબળી કામગીરીને કારણે વધુ એક વાહનચાલકને નુકસાન થયું છે. ખાનગી ટ્રાવેલ્સની લક્ઝરી બસ વહેલી સવારે વર્ધી માટે વડોદરાથી સુરત ખાતે જઈ રહી હતી.આ સમય દરમિયાન સમા કેનાલ પાસેથી પસાર થતી વખતે ચાલુ વાહને અચાનક રોડ ઉપર લક્ઝરી બસના ટાયર ખાડામાં ખુંપી ગયા હતા.જેના કારણે ચાલકની વર્ધી પણ કેન્સલ થવા સાથે નુકસાન થયું હતું.ત્યારે સમગ્ર મામલે લક્ઝરી બસના ચાલકે તંત્ર સામે નારાજગી દર્શાવી હતી.