ઉમરપાડા: ઉમરખાડી ગામની પ્રાથમિક શાળામાં આદિવાસી કર્મચારીઓનો પ્રથમ વાર્ષિક સ્નેહ મિલન સમારોહ યોજાયો
Umarpada, Surat | Oct 27, 2025 ઉમરખાડી ગામની પ્રાથમિક શાળામાં માંગરોળ-ઉમરપાડા તાલુકાના સરકારી, અર્ધ સરકારી અને સહકારી ક્ષેત્રના આદિવાસી કર્મચારીઓનો પ્રથમ વાર્ષિક સ્નેહ મિલન સમારોહ યોજાયો હતો. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ સંગઠનને મજબૂત કરવાનો અને સામાજિક કાર્યોને વેગ આપવાનો હતો. કાર્યક્રમનો પ્રારંભ ધરતી વંદનાથી થયો હતો. અરુણભાઈ વસાવાએ શાબ્દિક સ્વાગત પ્રવચન આપી ઉપસ્થિત સૌ કર્મચારીઓને આવકાર્યા હતા.